સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા યુકે લિમિટેડ (એસબીઆઈ યુકે)એ વિશ્વ કક્ષાની બેંકિંગ સેવાઓ આપવાની પ્રતિબદ્ધતાના મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સેન્ટ્રલ લંડનના ઐતિહાસિક ગિલ્ડહોલની નજીક 36 કિંગ સ્ટ્રીટ, લંડન, EC2V 8BB ખાતે સિટી ઑફ લંડન શાખાના નવા પરિસરનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન શ્રી સી.એસ. સેટ્ટી દ્વારા સત્તાવાર રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
શુક્રવાર, 22 નવેમ્બર 2024 ના રોજ લોર્ડ મેયર , એલ્ડરમેન એલિસ્ટર કિંગ ડીએલ, બેન્કના વરિષ્ઠ મેનેજમેન્ટ અને 50થી વધુ પ્રતિષ્ઠિત ગ્રાહકોની ઉપસ્થિતીમાં ચેરમેન ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટીએ કહ્યું હતું કે ‘’સિટી ઓફ લંડન શાખા માટે નવા પરિસરનું ઉદઘાટન એ યુકેમાં બેન્કની સેવાઓને મજબૂત કરવા પર વ્યૂહાત્મક ધ્યાન અને અમારા ગ્રાહકો પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા છે. સિટી ઓફ લંડન શાખાના નવા પરિસરનું ઉદઘાટન એ SBIની સેવાઓનું પ્રતિક છે. આ નવું સ્થાન અમને લંડનના ફાઇનાન્સિયલ ડિસ્ટ્રીક્ટના હૃદયમાં અમારા ગ્રાહકોની નજીક પ્રીમિયમ બેંકિંગ સેવાઓ લાવવા સક્ષમ બનાવશે અને ગ્રાહકોને તેમની જરૂરિયાતોને અનુરૂપ બેંકિંગ સોલ્યુશન્સનો સીમલેસ એક્સેસ મળે તેની ખાતરી કરશે.’’
SBI UK Ltdના CEO સુધીર શર્માએ કહ્યુ હતું કે ‘’અમે ભૌતિક હાજરી જાળવવાના અને વ્યક્તિગત બેંકિંગને સુલભ બનાવવાના મહત્વને સમજીએ છીએ. આ નવું પરિસર નવીન, અસાધારણ અને ગ્રાહક-કેન્દ્રિત બેંકિંગ સેવાઓ આપીને સ્થાનિક સમુદાયો તરફનું અમારું સમર્પણ દર્શાવે છે.‘’
આ નવી શાખામાં ગ્રાહકોની સુલભતા અને સગવડતા ઉપરાંત સેફ ડિપોઝિટ લોકર સેવા સહિતની આધુનિક સુવિધાઓ છે.
યુકેમાં એક સદી કરતા વધુ સમયથી સેવા આપતી SBI બેન્ક વ્યક્તિગત, કોર્પોરેટ અને બિઝનેસી ગ્રાહકોને સેવા આપવા માટે તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટી કરે છે. એસબીઆઈ યુકે લિમિટેડ એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની યુકેની પેટાકંપની છે જેની રચના એપ્રિલ 2018માં કરવામાં આવી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુકેમાં 11 શાખાઓ ધરાવે છે.