- શ્રી એડન દેપાલા મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ પ્રસંગે સોમવાર તા. 5 ઓગસ્ટ અને તે પછીના ચાર સોમવારે સાંજે 30 થી 9.30 દરમિયાન 67 એ ચર્ચ લેન, લંડન, N2 0TJ ખાતે ભજન / કીર્તનનું આયોજન કરાવામા આવ્યું છે. પ્રસાદ કરવાની ઈચ્છા હોય તો જણાવવા વિનંતી છે. સંપર્ક: કનૈયાલાલ રતિલાલ 07534 048 969; સુરેશભાઈ પરમાનંદ 07770 470 532 અથવા બપોરે 3 થી 4.30 દરમિયાન 020 8444 2054.
- સાઉથ એશિયન હેરિટેજ મંથના ઉપક્રમે લોહાણા કોન્યુનિટી નોર્થ લંડન દ્વારા પ્રસિદ્ધ આરોગ્ય અને કેન્સર કોચ સુજાતા દિનના ઝૂમ વેબિનાર “સાઉથ એશિયન ફૂડ એન્ડ ઈટ્સ ઈમ્પેક્ટ ઓન હેલ્થ”નું આયોજન બુધવાર, 7 ઓગસ્ટ, 2024ના રોજ રાત્રે 8 કલાકે કરવામાં આવ્યું છે. સુજાતા સાઉથ એશિયન ભોજનના સ્વાસ્થ્ય લાભો અને વિચારણાઓ પર વિશેષ માહિતી આપશે. ઝૂમ મીટિંગ ID: 826 4946 6300 અને પાસકોડ: LCNL2024 છે. સંપર્ક: મધુ પોપટ 07500 701 318.
- શ્રી લોહાણા મહાજન લેસ્ટર – શ્રીમતી નીતિબેન મહેશભાઈ ઘીવાલા સેન્ટર, શ્રી રામ મંદિર, હિલ્ડયાર્ડ રોડ, રોસ વોક, લેસ્ટર LE4 5GG ખાતે બોર ચોથનું આયોજન ગુરુવાર 22 ઓગસ્ટ 2022ના રોજ બપોરે 12.30 વાગ્યાથી શરૂ થશે. “મગ રોટલા”નો લંચ પ્રસાદ મળશે. સંપર્ક: કુસુમબેન સોમાણી 07961 142 988 / 07732 249 647.
- હિંદુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, વેલિંગબરો ડિસ્ટ્રિક્ટ હિંદુ એસોસિએશન (WDHA) દ્વારા સંસ્થાની એન્યુઅલ જનરલ મીટીંગનું આયોજન રવિવાર 25મી ઓગસ્ટ 2024ના રોજ ધ હિંદુ મંદિર, 133 હાઇફિલ્ડ રોડ, વેલિંગબરો, નોર્થન્ટ્સ, NN8 1PL ખાતે બપોરે 1:00 વાગ્યે કરવામાં આવ્યું છે. તેમાં જુલાઈ 2023ની એજીએમ મિનિટની મંજૂરી, સમિતીના વિવિધ અહેવાલો અને હિસાબો રજૂ થશે. સંપર્ક: 01933 222 250.