જાણીતો ‘બિગ બોસ OTT 3’ શો અનેક વિવાદો પછી પૂર્ણ થયો છે. આ સીઝનમાં સના મકબૂલ વિજેતા બની છે. સના મકબૂલ સાથે, રણવીર શૌરી, કૃતિકા મલિક, નેઝી અને સાઈ કેતન ટોચના પાંચ ફાઇનલિસ્ટ બન્યા હતા. જોકે, ફિનાલેમાં સનાએ રેપર નેઝીને હરાવીને ટ્રોફી જીતી હતી. દરેક લોકો સનાની જીતની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા હતા. રણવીર શૌરીએ શોના ફિનાલે પછી મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન જ્યારે તેને વિજેતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે બિગ બોસ પર આરોપ લગાવતા કહ્યું,’જો ટ્રોફી માત્ર સોશિયલ મીડિયા ફોલોઅર્સના આધારે આપવામાં આવશે, તો સૌથી સારી વાત એ છે કે જેની પાસે સૌથી વધુ ફોલોઅર્સ હોય તેને જ ટ્રોફી આપવામાં આવે.’ રણવીરે વધુમાં કહ્યું કે આ શોમાં સના કરતાં વધુ સક્ષમ લોકો હતા. તેને પૂછવામાં આવ્યું કે તમારા મતે વિજેતા કોણ છે? તો રણવીરે કહ્યું, ‘હું હતો અને અરમાન હતો.’ હવે રણવીરના નિવેદનથી સ્પષ્ટ છે કે તે સનાની જીતથી ખુશ નથી.

LEAVE A REPLY