ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (NSA) અજીત ડોભાલ તાજેતરમાં રશિયાની મુલાકાતે ગયા હતા. તેમણે પ્રેસિડેન્ટ પુતિન સાથે સેન્ટ પીટર્સબર્ગમાં કોન્સ્ટેન્ટિનોવસ્કી પેલેસમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન રશિયન પ્રેસિડેન્ટે કહ્યું કે, અમે કઝાનમાં પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છીએ. હું 22 ઓક્ટોબરે કઝાનમાં દ્વિપક્ષીય બેઠક યોજવાનો પ્રસ્તાવ મૂકું છું. આ બેઠકમાં વડાપ્રધાન મોદીની મોસ્કોની મુલાકાત દરમિયાન થયેલા કરારોને અમલમાં મૂકવા માટે અમે કરેલી સંયુક્ત કામગીરીને રજૂ કરવામાં આવશે અને નજીકના ભવિષ્ય માટેની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન અજીત ડોભાલે વડાપ્રધાન વતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે નરેન્દ્ર મોદીની યુક્રેનની તેમની તાજેતરની મુલાકાત અંગે પણ ચર્ચા કરી હતી.
ડોભાલે પુતિનને કહ્યું હતું કે, જેમ વડાપ્રધાને તમને ટેલિફોનિક વાતચીત દરમિયાન કહ્યું હતું તેમ તેઓ તમને તેમની યુક્રેનની મુલાકાત અને ઝેલેન્સ્કી સાથેની મુલાકાત વિશે જણાવવા તૈયાર છે. તે ઈચ્છતા હતા કે હું રૂબરૂ આવીને તમને તેના વિશે જણાવું. આ વાતચીત બંધ ફોર્મેટમાં થઈ હતી, માત્ર બે નેતાઓ જ હાજર હતા અને હું વડાપ્રધાન સાથે હતો, હું આ વાતચીતનો સાક્ષી છું.

LEAVE A REPLY