(ANI Photo)
રશિયાએ રશિયન આર્મીમાં કામ કરતા તમામ ભારતીયોને છૂટા કરવાનો નિર્ણય કર્યો હતો. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિને આયોજિત કરાયેલા ખાનગી ભોજનસમારંભમાં આ મુદ્દો ઉઠાવ્યા રશિયાએ આ નિર્ણય કર્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ડિનર મીટમાં, પુતિને પીએમ મોદીને ત્રીજી મુદત માટે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પણ આપ્યા  હતા અને ભારતીય અર્થતંત્રના વધતા કદ વિશે વાતચીત કરી હતી. લગભગ બે ડઝન ભારતીયોને એજન્ટો દ્વારા ઉચ્ચ પગારવાળી નોકરીઓની લાલચે ફસાવવામાં આવ્યા બાદ યુક્રેન સામે યુદ્ધ લડવાની ફરજ પાડવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
માર્ચમાં સરકારે કહ્યું હતું કે સરકારે  વહેલા ડિસ્ચાર્જ માટે રશિયન સત્તાવાળાઓ સાથે આ બાબતને ઉઠાવી હતી. સરકારે ખોટા બહાના અને વચનો પર તેમની ભરતી કરનારા એજન્ટો અને  તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી હતી.

LEAVE A REPLY