માર્ચ 2025 સુધીમાં ભારતીય પ્રવાસીઓ વિઝાની વગર રશિયાની મુલાકાત લઈ શકશે. રશિયા અને ભારત વચ્ચે જૂનમાં વિઝાના નિયમો હળવા કરવા માટેના દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કર્યા પછી રશિયા આવી યોજના બનાવી રહ્યું છે.
વિઝા-મુક્ત મુસાફરી વ્યક્તિઓને અગાઉથી વિઝા મેળવ્યા વિના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. મુસાફરોએ આગમન પર ફક્ત તેમના પાસપોર્ટ રજૂ કરવો પડે છે. તેનાથી વિઝા મેળવવાના ખર્ચમાં ઘટાડો થાય છે. ભારતીય પાસપોર્ટ ધારકો હાલમાં 62 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ મેળવી શકે છે.
રશિયામાં હાલમાં ભારતીય મુલાકાતીઓને તેમના પ્રવાસના હેતુઓ આધારિત વિઝાની જરૂર પડે છે, જેમ કે ટુરિસ્ટ, બિઝનેસ, માનવતાવાદી, વિદ્યાર્થી વીઝા. ઓગસ્ટ ૨૦૨૩થી ભારતીયો ઇ-વિઝા દ્વારા પણ રશિયા જઈ શકે છે. પરંતુ ઇ-વિઝા મેળવવામાં ચાર દિવસનો સમય જાય છે. રશિયાની સૌથી વધુ મુલાકાતે જનારા પાંચ દેશોના નાગરિકોમાં ભારતીયોનું પણ સ્થાન છે. ગત વર્ષ ૯૫૦૦ જેટલા ઇ-વિસા ભારતીઓને અપાયા હતાં. ૨૦૨૩માં ૬૦,૦૦૦ ભારતીઓએ મોસ્કોની મુલાકાત લીધી હતી. જે ૨૦૨૨ કરતાં ૨૬ ટકાનો વધારો સૂચવે છે.