મૂડી’ઝ રેટિંગ્સના જણાવ્યા મુજબ ભારતીય રૂપિયાનું મૂલ્ય છેલ્લા બે વર્ષમાં લગભગ 5 ટકા ઘટ્યું છે અને છેલ્લા પાંચ વર્ષમાં 20 ટકા ઘટ્યું છે. આથી સાઉથ ઇસ્ટ એશિયામાં સૌથી નબળું પ્રદર્શન કરનાર ચલણ બની ગયું છે. 23 રેટેડ ભારતીય કંપનીઓમાંથી, મૂડી’ઝે ડોલરની મજબૂતાઈની અસરોનો સામનો કરવા માટે માત્ર છ કંપનીઓનું મૂલ્યાંકન કર્યું છે, પરંતુ આ કંપનીઓ પાસે પૂરતા પ્રમાણમાં ઘટાડા પરિબળો છે.
આ કંપનીઓમાં ત્રણ ઓઇલ રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપનીઓ- ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL), અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ અને રાઇડ શેરિંગ કંપની ANI ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.
જ્યારે છેલ્લા બે વર્ષમાં રૂપિયાના મૂલ્યમાં માત્ર 5 ટકાનો ઘટાડો થયો છે, ત્યારે જાન્યુઆરી 2020 થી તે 20 ટકાથી વધુ ઘટ્યો છે, જેના કારણે તે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં સૌથી નબળા પ્રદર્શન કરતી ચલણોમાં સ્થાન મળ્યું છે, એમ મૂડીઝે કોર્પોરેટ્સે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના ઉભરતા બજારો પરના રીપોર્ટમાં જણાવ્યું હતું.
ભારતીય ચલણ સામે છેલ્લા કેટલાક સમયથી પડકારો વધ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધને કારણે ફુગાવામાં થયેલા અસાધારણ વધારા પછી રૂપિયામાં એક યા બીજા કારણોસર નબળાઈ જળવાઈ છે. ઊંચા ફુગાવાને કારણે વ્યાજદરમાં થયેલી વૃદ્ધિ થી લઈ એફપીઆઇની રેકોર્ડ વેચવાલી સુધીનું દબાણ રૂપિયા પર જોવાયું છે.