રોયલ નેવીના રેસ ડાયવર્સિટી નેટવર્કના અધ્યક્ષ અને લાન્સ કોર્પોરલ જેક કાનાણીએ ફોર્સની સાંસ્કૃતિક ઓળખના વ્યાપક સ્વરૂપોને પ્રતિબિંબિત કરવાની પહેલના ભાગ રૂપે ઔપચારિક અને અનૌપચારિક પ્રસંગો માટે તેની મેસ ડ્રેસ કોડ નીતિનો વિસ્તાર કરી સાડી સહિત વંશીય પોશાકોનો સમાવેશ કર્યો છે.

નૌકાદળના મેસ કાર્યો માટેનો હાલનો કોડ પહેલાથી જ સ્કોટિશ, આઇરિશ, વેલ્શ, કોર્નિશ અને માંક્સ વારસાને આવરી લે છે. પણ હવે રોયલ નેવીના અધિકારીઓ તેમના જેકેટ, શર્ટ અને બો ટાઈ સાથે સાડી અથવા આફ્રિકન પોશાક પહેરીને તેમના વારસાની ઉજવણી કરી શકશે.

નિવૃત્ત રીઅર એડમિરલ ફિલિપ મેથિયાસે કહ્યું હતું કે ‘’શિસ્તબદ્ધ સેવામાં ગણવેશનું કારણ એક સામાન્ય ઓળખ પ્રાપ્ત કરવાનું છે. ફેશન પરેડ ચલાવવાને બદલે, આ ટીમે જે કરવું જોઈતું હતું તે વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના ખલાસીઓની ભરતી કરવામાં મદદ કરવાનું હતું.”

LEAVE A REPLY