સાઉથ યોર્કશાયરમાં રોધરહામ ખાતે આવેલી એસાયલમ સિકર્સને રખાયેલી એક હોટેલમાં ધુસી ગયેલા માસ્ક પહેરેલા ઇમિગ્રેશન વિરોધી ટોળાએ હોટેલમાં ઘૂસી જઇ તોડફોડ કરી હતી. તેમણે પોલીસ અધિકારીઓ પર પથ્થરો અને લાકડા ફેંકી નુકશાન પહોંચાડ્યુ હતું.
આ બનાવમાં ઓછામાં ઓછા 10 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, જેમાં એક અધિકારી માથાની ઈજાથી બેભાન થઈ ગયા હતા તો બે અધિકારીઓના હાડકાં તૂટી ગયા હોય તેવી આશંકા છે. જો કે આ બનાવમાં કોઈ હોટેલ કર્મચારીઓ અથવા એસાયલમ સિકર્સને જાનહાની કે નુકશાન થયું નથી.
રોધરહામ બપોરના સમયે હોલિડે ઇન એક્સપ્રેસની બહાર મેનવર્સ વિસ્તારમાં લોકોની ભીડ એકઠી થઇ હતી અને લગભગ 700 લોકોના ટોળાએ હોટેલની બારીઓ તોડી નાખી હતી. લોકોએ સળગતા પ્લાસ્ટિકના બીન્સ હોટલમાં ફેંક્યા હતા અને હોટેલમાં લગાવી હતી. તે પછી લોકોએ હોટેલ બહારની શેરીઓમાં આગ લગાવી હતી.
લોકોએ પોલીસ સાથે અથડામણ કરી પોલીસને પણ દબાવી દીધી હતી અને પોલીસે પીછેહઠ કરવાની ફરજ પડી હતી. લોકોએ મિસાઇલો ફેંકતા પોલીસે પોતાના રક્ષણ માટે મીસાઇલ શીલ્ડનો સહારો લેવો પડ્યો હતો. તોફાનીઓએ આ સમયે રેસીસ્ટ નારાઓ પોકાર્યા હતા અને તેમનો પ્રતિ-વિરોધી કરતા જૂથને ઘેરી લીધા હતા.
તોફાનીઓએ ‘’પા* પા*’’ “ટોમી રોબિન્સન”, “અમને અમારો દેશ પાછો જોઈએ છે” અને “તેમને બહાર કાઢો” એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રચલિત થયેલ એક વિડિયોમાં બુકાની પહેરેલ એક તોફાની યુવાન હોટેલમાં ભરાયેલ યુવાન માઇગ્રન્ટ્સને તેનું ગળું કાપતો ઇશારો કરતો દેખાયો હતો.