શુક્રવારે (22 નવેમ્બર) પર્થમાં શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરના બે બેટર – સુકાની રોહિત શર્મા અને શુબમન ગિલ નહીં રમે. રોહિત ગયા સપ્તાહે તેના બીજા સંતાન – પુત્રનો પિતા બન્યો હતો અને તે હજી એ કારણસર જ ભારતમાં છે,
હવે પછી ઓસ્ટ્રેલિયામાં ટીમ સાથે જોડાશે, તો બીજી તરફ એક પ્રેકટીસ મેચમાં ફિલ્ડીંગ કરતાં અંગુઠામાં ઈજા – ફ્રેક્ચર થયાના કારણે શુબમન ગિલ અનફિટ જાહેર થયો છે. રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ સુકાનીપદ સંભાળશે, તો ગિલની જગ્યાએ સાઈ સુદર્શન કે દેવદત્ત પડીક્કલને તક મળી શકે છે, તો કે. એલ. રાહુલ પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે રમશે કે કેમ તે સ્પષ્ટ નથી.
ધ્રુવ જુરેલને પણ તક મળવાની સંભાવના છે. પર્થ ટેસ્ટમાં ભારતની સંભવિત ઈલેવન આ મુજબની રહી શકે છેઃ બુમરાહ (સુકાની), યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, દેવદત્ત પડીક્કલ, વિરાટ કોહલી, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, આર. અશ્વિન, આકાશદીપ તથા મોહમદ સિરાજ.
