આ વર્ષની શરૂઆતમાં યુએસ કેપિટોલ ખાતે યોજાયેલી ટેક સમિટમાં બંને પક્ષના સાંસદોએ જે ભારતીય પ્રોફેશનલ્સ ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છે છે અને H-1B વિઝાની લાંબા સમયથી પડતર મુશ્કેલીઓને તાત્કાલિક અસરથી નિવારવા અનુરોધ કર્યો હતો. પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં બાઇડેન એડમિનિસ્ટ્રેશને તે અંગે કોઇ મોટા પગલાં લીધા ન હોવાથી ઇન્ડિયન અમેરિકન સાંસદ રો ખન્ના દ્વિપક્ષીય બિલની હાઉસ દ્વારા અવગણનાથી નિરાશા અનુભવે છે. ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા (FIIDS) દ્વારા આયોજિત, આ સમિટમાં ગ્રીન કાર્ડ ઈસ્યુ કરવા માટેના દેશ દીઠ સાત ટકા ક્વોટાની નિર્ણાયક અસરનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો, તેના પરિણામે ઘણા ભારતીય ઈમિગ્રન્ટ્સને 20 વર્ષથી વધુ રાહ જોવી પડશે. વ્હાઈટ હાઉસે આ બિલને સમર્થન આપ્યું છે, અને સ્વીકાર્યું છે કે, તેનાથી લાંબા સમયથી પડતર કામને દૂર કરવામાં મદદ મળશે, કારણ તેમાં મોટાભાગના સામેલ ભારતીયો અને ચીનીઓની સાથે લાખો ઇમિગ્રન્ટ્સને ફસાયા છે.
રીપ્રેઝ્ન્ટેટિવ અને ઇમિગ્રેશન બાબતોમાં સુધારાના જાણીતા હિમાયતી રો ખન્ના આ ઇગલ એક્ટના સમર્થક છે. ખન્નાએ દેશ દીઠ મનસ્વી રીતે ગ્રીન કાર્ડ મર્યાદાને હટાવવાના આર્થિક લાભો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ઇગલ એક્ટ ઇમિગ્રન્ટ્સ માટે આપણા દસકાઓથી ચાલતી પડતર સમસ્યાને ઘટાડવા માટે દેશ દીઠ ગ્રીન કાર્ડ મર્યાદા દૂર કરીને આપણા અર્થતંત્રને ફાયદો કરાવશે. હું ખૂબ જ નિરાશ છું કે આ વર્ષના નેશનલ ડીફેન્સ ઓથોરાઇઝેશન એક્ટમાં તેનો સમાવેશ કરવાના મારા સુધારાને સમર્થન આપવામાં આવ્યું નથી.”
