PHOTO SOURCE: REUTERS

યુકેના લીડ્સ શહેરમાં ગુરુવારે રાત્રે તોફાની તત્ત્વોએ રમખાણ મચાવ્યું હતું. તોફાની ટોળાએ બસને આગ ચાંપીને પોલીસની ગાડીમાં તોડફોડ કરી હતી. લીડ્સમાં ચાઇલ્ડ કેર એજન્સી કેટલાક બાળકોને લઈ જતી હતી. લોકોએ પગલાનો વિરોધ કર્યો હતો અને ત્યાર પછી હિંસા ભડકી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે લોકો રોષે ભરાયા હતા. નારાજ લોકોએ પોલીસ પર પથ્થરો મારો કર્યો હતો અને એક બસને આગ ચાંપી હતી. ટોળાએ પોલીસની ગાડીના કાચ ફોડ્યા હતા અને તેને ઉથલાવી હતી. પશ્ચિમ યોર્કશાયરની પોલીસે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને ઘરમાં રહેવા જણાવ્યું છે. આ ઘટનામાં હરેહિલ્સ વિસ્તારની મિલકતને નુકસાન થયું છે, પણ કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે જણાવ્યું હતું કે, લોકોને અફવા ન ફેલાવવા કહેવાયું છે. પોલીસના મતે વિવિધ સમાજમાં અશાંતિ ઊભી કરવા માટે તોફાનો કરાયા છે. હોમ સેક્રેટરીએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મેયર ટ્રેસી બ્રેબિને જણાવ્યું હતું કે, તોફાનોમાં કોઈ જાનહાનિ થઈ નથી અને લોકોને અફવાથી દૂર રહેવાની અપીલ કરી હતી.

LEAVE A REPLY