એક અભ્યાસમાં સંશોધકોને જણાયું હતું કે, નિવૃત્ત લોકોમાં કાર્યરત રહેનારા લોકો કરતાં ડીપ્રેશન આવવાનું જોખમ વધારે હોય છે, પરંતુ વાઇનનો એક ગ્લાસ તેમના મૂડને સારો બનાવવામાં મદદરૂપ થઇ શકે છે. અગાઉના સંશોધનોમાં જણાયું હતું કે, જે લોકો નિવૃત્તિના સમયની આસપાસ વધુ દારૂ પીવે છે, જેમની ઉમર હવે લગભગ 60થી 80 વર્ષની વચ્ચે છે, તેઓ પણ અગાઉની પેઢીઓ કરતાં વધુ દારૂનું સેવન કરે છે.
એક અલગ અભ્યાસ તરીકે એ જ સમયે જાહેર થયેલા નવા સંશોધનમાં ડીપ્રેશન અને ડીએનએ વચ્ચેના નવા સંબંધોને ઉજાગર કરવામાં આવ્યા હતા, જેમાં કાર્ય કરવાની સ્થિતિ, દારૂનું સેવન અને ડીપ્રેશનના લક્ષણો વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે જાણવામાં આવ્યું હતું.
આ અભ્યાસ માટે 27,500 અમેરિકનોનો સમાવેશ કરવામાં આવ્યા હતા, જે તમામ લોકોની ઉંમર 50 વર્ષથી વધુ હતી. દર બે વર્ષે તેમને તેમની જીવનશૈલીના વિવિધ પાસાઓનું વર્ણન કરવા અને આગળના દરમિયાન તેમના મૂડની સ્થિતિ જાણવા માટે પ્રશ્નાવલી ભરવાનું કહેવામાં આવ્યું હતું. જે લોકો નિવૃત્ત થયા હતા તેમનામાં અન્ય કાર્યરત લોકો કરતાં ડીપ્રેશનના વધુ લક્ષણો જોવા મળ્યા હતા, જેમ કે નિયમિત રીતે ઉદાસી અનુભવવી વગેરે વગેરે.
આ અધ્યયનમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ દારૂનું સેવન કરતા હતા અને જો કરતા હતા તો જે દિવસોમાં તેઓ દારૂ પીતા હતા તે દિવસોમાં તેમણે કેટલીવાર પીધો હતો. જે લોકો બે કલાકમાં ચારથી પાંચવાર પીવે છે તેમનામાં વધુ ખરાબ ડીપ્રેશનના લક્ષણો જોવા મળ્યા હતા. જોકે, જે લોકો મધ્યમ પ્રમાણમાં દારૂ પીતા હતા તેવા પુરુષો માટે દિવસમાં બે કે તેથી ઓછીવાર અને મહિલાઓ માટે એક કે તેથી ઓછીવાર તેમનામાં દારૂ ન પીનારા લોકોની સરખામણીએ ઓછો મૂડના હોવાના લક્ષણો મળવાની સંભાવના ઓછી હતી.