(ANI Photo/ ANI Pic Service)

ભારતમાં રહેતા લોકો વિદેશમાં મિત્રોને ભેટ મોકલવા, વિદેશમાં મિલકત ખરીદવા, વીમો ખરીદવા, ફિક્સ્ડ ડિપોઝિટ કરવા, શિક્ષણ લોનની ચૂકવણી કરવા લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ ગિફ્ટ સિટીમાં ફોરેન કરન્સી એકાઉન્ટ્સ (FCA) ખોલાવી શકશે. ભારતીય રિઝર્વ બેંકે LRS હેઠળ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયય સર્વિસ સેન્ટર્સ (IFSCs) ખાતે નિવાસી ભારતીય દ્વારા ફોરેન કરન્સી એકાઉન્ટ ખોલવાના નિયમો હળવા બનાવ્યા છે.

આ એકાઉન્ટ્સ તમે યુએસ ડૉલર જેવી વિદેશી ચલણ રાખી શકશો. અગાઉ ભારતીય રહેવાસીઓ આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS)નો ઉપયોગ કેવી રીતે કરી શકે તેની ઘણી મર્યાદાઓ હતી. હવે રિઝર્વ બેન્કે આ નિયમો હળવા બનાવ્યા છે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તપન રેએ જણાવ્યુ હતું કે વિદેશી ચલણમાં એજ્યુકેશન લોનની ચૂકવણી, ઈન્સ્યોરન્સ જેવા ટ્રાન્જેક્શન થઈ શકશે. આરબીઆઈએ ગિફ્ટ આઈએફએસસીની ક્ષમતા અને આકર્ષકતામાં વધારો કર્યો છે. આ સુવિધાથી આઈએફએસસીમાંથી ભારતમાં વસતા લોકો મોટાપાયે નાણાકીય સેવાઓ અને પ્રોડક્ટ્સનો લાભ લઈ શકશે. વિદેશી ચલણમાં ઈન્સ્યોરન્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરી શકશે. ગિફ્ટ આઈએફએસસીમાં સ્થિત ભારતીયોને આંતરરાષ્ટ્રીય  સ્તરે રોકાણની તકો પ્રદાન કરતી આઈએફએસસી બેન્કો અને ઈન્સ્યોરન્સ કંપનીઓને લાભ મળશે.

LRS હેઠળ અનુમતિપાત્ર હેતુઓમાં વિદેશમાં સ્થાવર મિલકતની ખરીદી, વિદેશી પોર્ટફોલિયો રોકાણ, વિદેશ પ્રવાસ, ભેટ/દાન, વિદેશમાં સંબંધીઓની જાળવણી, વિદેશમાં શિક્ષણ અને તબીબી સારવાર માટે વિદેશમાં ખર્ચવામાં આવેલા નાણાંનો સમાવિષ્ટ છે.

LEAVE A REPLY