યુકે સ્થિત ભારતીય ઉચ્ચાયોગ દ્વારા ૩૦ જાન્યુઆરીના રોજ ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઐતિહાસિક ગિલ્ડ હોલ ખાતે એક સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે હાઉસ ઓફ કોમન્સના સ્પીકર ઉપસ્થિત સર લિન્ડસે હોયલ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હેલ્થ એન્ડ સોસ્યલ કેર અને એમપી શ્રી વેસ સ્ટ્રીટીંગ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી ઇલફર્ડ સાઉથના એમપી જસ અટવાલ, બેરોન કુલવીર રેન્જર, એમપી બોબ બ્લેકમેન, એમપી પ્રિતિ પટેલ, હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, સ્પીકર સર લિન્ડસે હોયલ, લોર્ડ સ્રાજ પૌલ, મિનિસ્ટર સીમા મલ્હોત્રા, વેસ સ્ટ્રીટીંગ, લોર્ડ રેમી રેન્જર અને લોર્ડ ડોલર પોપટ નજરે પડે છે.
આ પ્રસંગે ક્રોસ-પાર્ટી સાંસદો, પીયર્સ, યુકે સ્થિત વિવિધ રાજદ્વારી મિશનના વડાઓ, બિઝનેસ નેતાઓ અને ભારતીય ડાયસ્પોરાના અગ્રણી સભ્યો ઉજવણીમાં જોડાયા હતા.