Suspicious death of second Gujarati student in Toronto in a month
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દક્ષિણ આફ્રિકાના અગ્રણી હિન્દુ નેતા અને વકીલ અશ્વિન ત્રિકમજીનું ગુરુવારે બીમારી બાદ અવસાન થયું હતું. તેઓ ૮૦ વર્ષનાં હતાં. ત્રિકમજી દક્ષિણ આફ્રિકન હિન્દુ મહાસભાના પ્રમુખ અને ૧૮૬૦ના હેરિટેજ સેન્ટરના બોર્ડ ડિરેક્ટર હતાં.ભૂતપૂર્વ પ્રેસિડન્ટ નેલ્સન મંડેલાના અંતિમ સંસ્કાર વિધિ દરમિયાન સંસ્કૃત શ્લોકોનું પઠન કરીને ત્રિકમજીને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી.

દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ કહ્યું હતું કે તેઓ ત્રિકમજીના અવસાનથી ખૂબ જ દુઃખી છે. હું આપણા રાષ્ટ્રની સેવાના આ ઉત્કૃષ્ટ પ્રતિમાના પરિવાર, મિત્રો અને સહયોગીઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ત્રિકમજીની ઊંડી આધ્યાત્મિક ભક્તિ હિન્દુ ધર્મ પૂરતી સીમિત ન હતી. તેઓ દક્ષિણ આફ્રિકાના વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે સહિષ્ણુતા અને સહયોગની હિમાયત કરતા હતાં.

ત્રિકમજી નેશનલ રિલિજિયસ લીડર્સ ફોરમના પ્રથમ અધ્યક્ષ હતાં.વધુમાં તેઓ દક્ષિણ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય બાર એસોસિએશનના ભૂતપૂર્વ સેક્રેટરી-જનરલ અને તેમણે દક્ષિણ આફ્રિકાની હાઇકોર્ટમાં કાર્યકારી ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી.તેમણે SA સોકર ફેડરેશનના કાઉન્સિલ સભ્ય, નેશનલ સોકર લીગના અધ્યક્ષ, દક્ષિણ આફ્રિકન ફૂટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ અને સ્થાપક સભ્ય અને SAFA અપીલ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

LEAVE A REPLY