કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ધાર્મિક ગુરુ દલાઈ લામાની સુરક્ષામાં વધારો કરીને તેમને Z કેટેગરીની સુરક્ષા આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ કુલ 33 સુરક્ષા કર્મચારીઓ દલાઈ લામાની ચોવીસ કલાક સુરક્ષા કરશે. તેમાં 12 કમાન્ડો અને 6 PSO સામેલ છે. સુરક્ષા કર્મચારીઓમાં 10 આર્મડ સ્ટેટિક ગાર્ડ પણ તેમના નિવાસસ્થાને તહેનાત કરાશે.
દલાઈ લામાની સુરક્ષા કરવા માટે ટ્રેન્ડ ડ્રાઈવર અને દેખરેખ રાખતા કર્મચારીઓ ચોવીસ કલાક ડ્યુટી પર રહેશે. આ ઉપરાંત ત્રણ શિફ્ટમાં કુલ 12 કમાન્ડો તેમના સુરક્ષા પુરી પાડશે. ચીન સામે નિષ્ફળ વિદ્રોહ બાદ દલાઈ લામા 1959માં ભારત આવ્યા હતા. ગુપ્તચર એજન્સીઓને છેલ્લા ઘણા વર્ષોથી રિપોર્ટ મળી રહ્યો છે કે, ચીન સમર્થિત તત્વો અને વિવિધ સંસ્થાઓથી દલાઈ લામા પર સંભવિત ખતરો છે. આ જ કારણે તેમની સુરક્ષા વધારવામાં આવી છે.
