બિલિયોનેર મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લાં પાંચ વર્ષમાં 13 બિલિયન ડોલરના એક્વિઝિશન્સ કર્યા છે. ન્યૂ એનર્જીમાં 14 ટકા, ટેકનોલોજી, મીડિયા, ટેલિકોમમાં 48 ટકા, અને રિટેલમાં 9 ટકા એક્વિઝિશન્સનો સમાવેશ છે. પાંચ વર્ષમાં રિલાયન્સનું સૌથી મોટુ એક્વિઝિશન લોકલ કેબલ ટીવી અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ હાથવે કેબલ અને ડેટાકોમ લિમિટેડનું છે જે તેણે 98.1 કરોડ ડોલરમાં હસ્તગત કરી હતી.
રિલાયન્સ હવે ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ કંપનીમાંથી ક્લીન એનર્જી અને કન્ઝ્યુમર બિઝનેસ ધરાવતી કંપનીમાં પરિવર્તિત થઈ ગઈ છે. મોર્ગન સ્ટેન્લીએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે ગત સપ્તાહે રિલાયન્સે ઓન્કોલોજી પ્લેટફોર્મ કાર્કિનોસ હેલ્થકેરને રૂ.375 કરોડમાં ખરીદી હતી. આ રીતે રિલાયન્સે ડાયગ્નોસ્ટિક અને ડિજિટલ હેલ્થકેર ઈકોસિસ્ટમમાં પણ આગેકૂચ કરી છે.
મીડિયા અને એજ્યુકેશન બિઝનેસમાં કંપનીઓ અને એસેટ્સ ખરીદવામાં રિલાયન્સે 6 અબજ ડોલરનું રોકાણ કર્યું છે, જ્યારે ટેલિકોમ અને ઈન્ટરનેટ વર્ટિકલ્સમાં 2.6 અબજ ડોલરના એક્વિઝિશન્સ કર્યા છે. ન્યૂ એનર્જીમાં 1.7 અબજ ડોલરના અને રિટેલમાં 1.14 અબજ ડોલરના એક્વિઝિશન્સ કર્યા છે. નોર્વે ખાતે હેડક્વાર્ટર ધરાવતી સોલાર પેનલ બનાવતી કંપની આરઈસી સોલાર હોલ્ડિંગ્સને તેને 77.1 કરોડ ડોલરમાં ખરીદી હતી.