કેનેડાએ વિદેશીઓને ઓછા પ્રમાણમાં વિઝા ઇસ્યુ કર્યા હોવાથી શરણાર્થીઓના દાવાઓમાં ઐતિહાસિક ઘટાડો થઇ રહ્યો છે. હવે આ અંગે ચિંતા વ્યક્ત થઇ રહી છે કે અધિકૃત દાવેદારો પાસે હવે સારા વિક્લ્પ ઓછા છે. દેશના ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડના ડેટા દર્શાવે છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડામાં લગભગ 11,840 લોકોએ શરણાર્થી માટેની અરજી કરી હતી, જે ગત જુલાઈમાં 19,821ના ઉચ્ચ સ્તરે હતી. સપ્ટેમ્બર 2023 પછી આ સૌથી નીચો માસિક આંકડો હતો.
કેનેડા સરકાર જાહેરમાં આશ્રય ઇચ્છનારાઓને પ્રોત્સાહન આપતી નથી અને વિઝા આપવામાં કડકાઇ દાખવે છે. તેમનો ઉદ્દેશ માઇગ્રન્ટ્સ સામેના વ્યાપક વિરોધ વચ્ચે ધીરે ધીરે વસતી ઘટાડવાનો અને માઇગ્રન્ટ્સ વિરુધ્ધ વ્યાપક સર્વિસના ભારને ઘટાડવાનો છે. સરકારી ડેટામાં જણાવ્યા મુજબ, ગત વર્ષે કેનેડાએ લગભગ 1.5 મિલિયન વિઝિટર વિઝા ઇસ્યુ કર્યા હતા, જે 2023માં 1.8 મિલિયન જેટલા હતા. સમાચાર સંસ્થાનું વિશ્લેષણ દર્શાવે છે કે, આ ઘટાડો વિશેષમાં તો કેટલાક દેશો માટે ખૂબ જ વધારે હતો જે આશ્રય ઇચ્છનારાઓના મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

LEAVE A REPLY