Nigel Farage

નાઇજેલ ફરાજની આગેવાની હેઠળની રિફોર્મ યુકે પાર્ટીએ તા. 13ના રોજ જાહેર થયેલા ઓપિનિયન પોલમાં વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ્સને પાછળ છોડી દઇ દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અન્ય ઓપિનિયન પોલ કન્ઝર્વેટિવ્સ રિફોર્મ કરતાં વધુ આગળ દર્શાવે છે.

ટાઈમ્સ અખબાર માટે યુગોવ દ્વારા થયેલા મતદાનમાં રિફોર્મ યુકેને 19% મત મળ્યા હતા જે અગાઉના 17%થી વધુ હતા. તો છેલ્લા 14 વર્ષથી દેશની સત્તા સંભાળતી કન્ઝર્વેટિવ પાર્ટી 18% પર યથાવત રહી હતી. વિપક્ષી લેબર પાર્ટી 37% મત સાથે ટોચ પર છે.

બ્રિટન માટે યુરોપિયન યુનિયન છોડવાની સફળ ઝુંબેશ માટે જાણીતા ફારાજે પક્ષનું નેતૃત્વ સંભાળીને તથા સંસદની ચૂંટણીમાં ઊભા રહીને ફ્રન્ટલાઈન રાજકારણમાં પાછા ફરશે તેવું કહ્યા બાદ રિફોર્મનું મતદાન રેટિંગ વધ્યું છે.

જો કે રિફોર્મ સંસદના 650 મતવિસ્તારોમાંથી એક પણ બેઠક જીતી શકે તેમ નથી પણ સમગ્ર દેશમાં લાખો મતો મેળવી શકે છે.

2018માં બ્રેક્ઝિટ પાર્ટી તરીકે સ્થપાયેલ એક નાની જમણેરી પાર્ટી, રિફોર્મ કઠિન ઇમિગ્રેશન કાયદા જેવા લોકપ્રિય કારણોને સમર્થન મેળવી રહી છે.

સુનકે તેમના પક્ષના ચૂંટણી ઢંઢેરામાં કામ કરતા લોકો માટે 17 બિલિયન પાઉન્ડનો ટેક્સ ઘટાડવાનું વચન આપ્યા પછી પણ તા. 12-13 જૂનના રોજ કરાયેલા 2,211 લોકોના સર્વેમાં પક્ષ ત્રીજા સ્થાને રહ્યો છે. ફ્રાન્સમાં યોજાયેલ ડી-ડે મેમોરિયલ ઇવેન્ટ્સમાંથી અન્ય નેતાઓ કરતાં પહેલા નીકળી જવા બદલ સુનકની ઝુંબેશને તીવ્ર ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY