સામાન્ય ચૂંટણી પછી હાથ ધરાયેલા મતદાન ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે સામાન્ય ચૂંટણીમાં નાઇજેલ ફરાજની રિફોર્મ યુકે પાર્ટીને મત આપનારા લગભગ 25 ટકા લોકો કન્ઝર્વેટિવ પક્ષના સમર્થકો તરીકે ઓળખવામાં આવ્યા છે. જ્યારે રિફોર્મને ટેકો આપનારા લગભગ ૪૦ ટકા લોકોએ પક્ષ સાથે જોડાણ હોવાનું કહ્યું હતું.
યુગોવ સર્વેમાં નાઇજેલ ફરાજની પાર્ટી લેબરથી એક પોઇન્ટ વધુ અને કન્ઝર્વેટિવ્સથી ચાર પોઇન્ટ આગળ 25 ટકા મત સાથે ટોચ પર હતી.
યુગોવના મતદાનના વિશ્લેષણમાં જણાવાયું છે કે 2024 માં લેબરને ટેકો આપનારાઓમાંથી ફક્ત 66 ટકા લોકો જ પાર્ટી પ્રત્યે વફાદાર રહ્યા છે. જો આજે ચૂંટણી થાય તો તેમાંના 11 ટકા લોકો લિબરલ ડેમોક્રેટ્સને, 10 ટકા રિફોર્મ યુકેને, 5 ટકા ગ્રીન્સને અને 4 ટકા ટોરીઝને મત આપશે.
લેબરને મેળેલી ચોથી ભાગની એટલે કે 100થી થોડી વધુ બેઠકો પરનું જીતનું માર્જીન 10 ટકાથી ઓછી બહુમતી ધરાવતું હતું જે હવે લેબર પાર્ટીને ખૂબ જ સંવેદનશીલ બનાવે છે.
રિફોર્મ યુકેને ચૂંટણીઓમાં લગભગ ૧.૭ મિલિયન મતદાતાઓનો આધાર મળ્યો હતો. લેબરે ઇતિહાસમાં કોઈપણ નવી ચૂંટાયેલી સરકારની સૌથી ખરાબ શરૂઆતમાંથી એકને સહન કરી છે. ચૂંટણી પછી લેબર પાર્ટીનું રેટિંગ -26 પ્રતિ મહિનાથી ઘટીને છ મહિના પછી -49 થઈ ગયું હતું.
પ્રોફેસર સર જોન કર્ટિસે જણાવ્યું હતું કે ‘’જો સરકાર NHS અને અર્થતંત્રને ફેરવવામાં નિષ્ફળ જશે તો રિફોર્મ મૂડીરોકાણ કરી શકે છે. લેબરના સમર્થનમાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે. લેબર પાસેની 174 ની બહુમતી ફક્ત 35 ટકા મત સાથે છે. તે ક્યારેય લોકપ્રિય સરકાર નહોતી અને નાજુક બહુમતી ધરાવે છે.
