જો આપણે સ્થૂળતાના સંકટને અસરકારક રીતે હલ કરવા માંગતા હોઈએ તો સરકારે વધુ હિંમતવાન બનવાની જરૂર છે એમ લોર્ડ્સમાં રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું હતું.
હાઉસ ઓફ લોર્ડ્સ ફૂડ, ડાયેટ અને ઓબેસિટી કમિટીએ તેની ખાસ તપાસના અંતે ઓક્ટોબર 2024માં પ્રકાશીત કરેલા ‘રેસીપી ફોર હેલ્થ: પ્લાન ટૂ ફીક્સ અવર બ્રોકન ફૂડ સીસ્ટમ’ નામના અહેવાલમાં તારણ કાઢ્યું હતું કે સ્થૂળતા અને આહાર-સંબંધિત રોગ એ જાહેર આરોગ્ય કટોકટી છે જે સમાજને દર વર્ષે હેલ્થ કેર ખર્ચમાં બિલીયન્સ પાઉન્ડ ખર્ચ કરે છે અને ઉત્પાદકતા ગુમાવે છે.
આ અહેવાલમાં સરકારને નવા કાયદાકીય માળખા દ્વારા આધારીત આપણી ખાદ્ય પ્રણાલીને ઠીક કરવા માટે એક વ્યાપક, સંકલિત લાંબા ગાળાની નવી વ્યૂહરચના વિકસાવવા હાકલ કરી હતી. ફૂડ, ડાયેટ અને ઓબેસિટી કમિટીના અધ્યક્ષ બેરોનેસ વોલ્મ્સલીએ કહ્યું હતું કે “લોર્ડ્સ ફૂડ, ડાયેટ અને ઓબેસિટી કમિટીના અહેવાલમાં તાત્કાલિક અમલમાં મૂકવા માટે બોલ્ડ પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે, સરકારનો પ્રતિભાવ ખૂબ જ બોલ્ડ નથી અને ઘણા ઇચ્છનીય પગલાંને લાંબા ગાળામાં ધકેલી દે છે. અમે અમારા બાળકોના સ્વાસ્થ્ય માટે સરકાર પર ઘણું સારું કરવા માટે દબાણ રાખવાનો ઇરાદો રાખીએ છીએ.”
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)