REUTERS/Benoit Tessier/File Photo
ભારતીય રિઝર્વ બેંકે અનધિકૃત પેમેન્ટ ટ્રાન્સફર પદ્ધતિના ઉપયોગ બદલ ક્રેડિટ કાર્ડ કંપની વિઝા વર્લ્ડવાઇડ પર રૂ.2.41 કરોડ (લગભગ $288,000)નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ઓલા ફાઇનાન્શિયલ સર્વિસ અને મન્નપુરમ્ ફાઇનાન્સ પર પણ પેનલ્ટી લાદવામાં આવી હતી.
ભારતની મધ્યસ્થ બેન્કે  શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે એન્ટિટી (વિઝા)એ આરબીઆઈની નિયમનકારી મંજૂરી વિના પેમેન્ટ ઓથોન્ટિકેશન સોલ્યુશનનો અમલ કર્યો હતો.
વિઝાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે આરબીઆઈના આદેશને સ્વીકારીએ છીએ તથા ભારતમાં સુરક્ષિત પેમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવાનું ચાલુ રાખવા માટે આરબીઆઈની માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ફેબ્રુઆરીમાં આરબીઆઈએ આ ક્રેડિટ કાર્ડ કંપનીને અમુક વ્યાપારી ચૂકવણી કરવા માટે અનધિકૃત સિસ્ટમનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ સેન્ટ્રલ બેંક ફાઇનાન્શિયલ ટેકનોલોજી અથવા ફિનટેક કંપનીઓની ચૂકવણીઓ પ્રક્રિયાઓની ચકાસણીને કડક બનાવવાનો હેતુ ધરાવે છે.

LEAVE A REPLY