ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે તેની સતત નવમી પોલિસી મીટિંગમાં બેન્ચમાર્ક પોલિસી રેટ્સ યથાવત રાખ્યાં હતાં. ફુગાવાને અંકુશમાં લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરીને મોનેટરી પોલિસી કમિટી (MPC)એ રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો હતો.
ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા ભાવને કારણે જૂનમાં ફુગાવો વધીને 5.08 ટકા થયો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ખાદ્ય ફુગાવો હજુ પણ ઊંચો છે. ભાવમાં સ્થિરતા વિના, ઊંચી આર્થિક વૃદ્ધિ ટકાવી શકાતી નથી.
MPCએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરમાં સુધારો કર્યો હતો, જ્યારે તેને વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો.
વિકસિત દેશોની સેન્ટ્રલ બેન્કો વ્યાજદર અંગે વિરોધાભાષી અભિગમ અપનાવી રહી છે, ત્યારે આરબીઆઇએ ભારતમાં વ્યાજદરને સ્થિર રાખ્યાં હતા. આવે છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ગયા અઠવાડિયે વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો, જ્યારે બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં વધારો કર્યો હતો. અમેરિકામાં નબળા આર્થિક ડેટાથી મંદીના ભયને કારણે ફેડરલ રિઝર્વ પર વ્યાજદરમાં કાપ મૂકવાનું દબાણ ચાલુ થયું છે.