ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને અમેરિકા સ્થિત ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિને સતત બીજા વર્ષે વિશ્વના ટોચના સેન્ટર બેન્કરનું બિરુદ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉપલબ્ધી માટે શક્તિદાસ દાસને અભિનંદન આપ્યાં હતા.
રિઝર્વ બેન્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ્સ 2024માં શક્તિકાંત દાસને ‘A+’ રેટિંગ આપવામાં આવ્યું છે. A+ રેટિંગ આપવામાં આવ્યું છે તેવા ત્રણ સેન્ટ્રલ બેંક ગવર્નરોની યાદીમાં દાસને ટોચ પર મૂકવામાં આવ્યાં હતાં.
ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવા નિયંત્રણ, આર્થિક વૃદ્ધિના લક્ષ્યો, ચલણની સ્થિરતા અને વ્યાજ દર વ્યવસ્થાપનમાં સફળતા માટે Aથી F ના સ્કેલ ગ્રેડ આપવામાં આવ્યા હતા. ‘A’ રેટિંગ ઉત્તમ પ્રદર્શનનું દર્શાવે છે, જ્યારે ‘F’ રેટિંગ સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. ડેનમાર્કના ક્રિશ્ચિયન કેટેલ થોમસેન, ભારતના શક્તિકાંત દાસ અને સ્વિટ્ઝર્લેન્ડના થોમસ જોર્ડનને સેન્ટ્રર બેંકર્સની ‘A+’ કેટેગરી હેઠળ સ્થાન આપવામાં આવ્યું હતું.
ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા 1994થી વાર્ષિક ધોરણે પ્રકાશિત થતાં સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ્સમાં યુરોપ, આફ્રિકા સહિત આશરે 100 દેશોની સેન્ટ્રલ બેન્કનો ગવર્નરને રેન્કિંગ આપવામાં આવે છે.