વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા ઓક્ટોબર 2024માં સોનાની ખરીદીમાં ઉછાળો આવ્યો હતો. ભારતની રિઝર્વ બેન્કે ઓક્ટોબર દરમિયાન આશરે 27 ટન સોનાની ખરીદી કરી હતી. ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં રિઝર્વ બેન્કે આશરે 77 ટન સોનાની ખરીદી કરી છે, એમ વર્લ ગોલ્ડ કાઉન્સિલ(WGC)એ ગુરુવારે જારી કરાયેલા ડેટામાં જણાવ્યું હતું.
રિઝર્વ બેન્કે આ સમયગાળામાં તેના સોનાની ખરીદીમાં પાંચ ગણો વધારો કર્યો છે.માહિતી અનુસાર, આ ખરીદી સાથે ભારતની કુલ ગોલ્ડ રિઝર્વ હવે 882 ટન થઈ છે, જેમાંથી 510 ટન ભારતમાં છે.
તૂર્કીની સરકારે છેલ્લા ૧૭ મહિનાથી દર મહિને સોનાની ખરીદી સતત કરવામાં આવી હતી. ડિસેમ્બર આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં તૂર્કીએ ૭૨ ટન સોનું ખરીદ્યું છે. તૂર્કી ઉપરાંત પોલેન્ડની સરકારી નેશનલ બેન્કે ઓક્ટોબરમાં ૮ ટન સોનું ખરીદતાં સતત ૭મા મહિને પોલેન્ડની ખરીદી જળવાઈ રહી હતી. આ વર્ષે પોલેન્ડની આવી ખરીદી ૬૯ ટન સોનાની નોંધાઈ છે.
આ રીપોર્ટ દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે વિવિધ દેશો વચ્ચે યુધ્ધના માહોલમાં સેફ હેવન સ્વરૂપમાં સોના માટે માગ વધી છે. અમુક દેશો ડોલરનું પ્રભુત્વ ઘટાડવા પણ સોનાની ખરીદી કરતા જોવા મળ્યા હતાં.