ઇસ્ટ લંડનના કેન્ટન સ્ટ્રીટ, પોપ્લરના સાજીદુર રશીદ ટીપુ નામના આધેડને બે છોકરીઓ સામેના ઐતિહાસિક બાળ જાતીય શોષણના 15 ગુનાઓ બદલ શુક્રવાર, 28 જૂનના રોજ સ્નેરેસબ્રુક ક્રાઉન કોર્ટમાં 12 વર્ષ અને છ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી. તેને 15-વર્ષનો સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર કરવામાં આવ્યો હતો.
એક પીડિતાએ બેથનલ ગ્રીન પોલીસ સ્ટેશનમાં ગુનાની જાણ કરતા મેટ અધિકારીઓએ ફેબ્રુઆરી 2019 માં ટીપુની તપાસ શરૂ કરી હતી. બાંગ્લાદેશથી લંડન પરત ફરી રહેલા ટીપુની તા 24 ફેબ્રુઆરી 2021ના રોજ હિથ્રો એરપોર્ટ પર પહોંચતા ધરપકડ કરવામાં આવી હતી.
મેટ અધિકારીઓએ સમગ્ર તપાસ દરમિયાન પીડિતો સાથે નજીકથી કામ કર્યું હતું અને પંદર વર્ષથી વધુ સમયના જાતીય શોષણની કાળજીપૂર્વક તપાસ કરી હતી.