1526473426

ઇસ્ટ હેમ્પશાયરના પૂર્વ કન્ઝર્વેટિવ સાંસદ અને રાજકારણી રાનિલ જયવર્દનેને પણ રાજકીય અને જાહેર સેવા માટે નાઈટહૂડ મળ્યો હતો. 38 વર્ષના જયવર્દનેએ લિઝ ટ્રસ સરકારમાં એન્વાયર્નમેન્ટ સેક્રેટરી અને બોરિસ જોન્સન સરકારમાં પાર્લામેન્ટરી અન્ડર-સેક્રેટરી ફોર સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ અને કન્ઝર્વેટિવ પાર્ટીના ડેપ્યુટી ચેરમેન સહિત ઘણી ભૂમિકાઓ નિભાવી હતી.

જયવર્દનેએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’જાહેર સેવા હંમેશા મારા અને મારા પરિવાર માટે મહત્વપૂર્ણ રહી છે  અને તે સમુદાય અને દેશને પાછા આપવાની તક છે. સ્થાનિક કાઉન્સિલરથી લઈને કેબિનેટ મંત્રી સુધીની મારી જાહેર સેવાને ચિહ્નિત કરીને મને અપાયેલ નાઈટહુડ બદલ હું ખૂબ જ સન્માનિત છું. રાજકારણથી આગળ, હું હંમેશા સમુદાયની પહેલને ટેકો આપવા અને અન્ય લોકોને, ખાસ કરીને બાળકો અને પરિવારોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ રહ્યો છું.

LEAVE A REPLY