(ANI Photo)
  • નવનાત વણિક એસોસિએશન દ્વારા રવિવાર, ૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ, UB3 1AR ખાતે રામ નવમી ઉત્સવનું આયોજન બપોરે ૩ થી સાંજે ૫ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેમાં ભજન, રાસ ગરબા અને રામ જન્મ પછી ફરાળી મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સરોજ વરિયા: 07989 461913.
  • શ્રી વલ્લભનિધિ યુકે સનાતન મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી, HA0 4TA ખાતે રામ નવમી ઉત્સવની ઉજવણીનું આયોજન તા. ૬ એપ્રિલના રોજ સવારે ૧૧થી બપોરના ૨ સુધી કરવામાં આવ્યું છે. સવારે 11 ભજન, બપોરે 12 રામ જન્મ અને બપોરે 1-30થી ફળાહાર અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8903 7737.
  • શ્રી સ્લાઉ હિંદુ મંદિર, સ્લાઉ ખાતે ચૈત્ર નવરાત્રી અને રામ નવમી મહોત્સવનું આયોજન તા. 30થી તા. 6 દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રામાયણ પાઠ, દુર્ગા સ્તુતિ પાઠ, મંદિર આરતી, અષ્ટમી ભોગ, શ્રી રામ જન્મોત્સવનો લાભ મળશે.
  • હિંદુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, વેલિંગબરો ડિસ્ટ્રિક્ટ હિંદુ એસોસિએશન (WDHA), 133 હાઇફિલ્ડ રોડ, વેલિંગબરો, NN8 1PL ખાતે રવિવાર 6-4-25ના રોજ સવારે 10થી 12 દરમિયાન શ્રી રામ નવમી અને શ્રી રામ જન્મોત્સવનું આયોજન ધામઘૂમથી કરવામાં આવ્યું છે. સવારે ૧૦થી ભજન સત્સંગ, બપોરે ૧૨ વાગ્યે રામ જન્મ પારણું ઝુલાવવું અને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 01933 222
  • ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકે દ્વારા પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા મિનિસ્ટર શ્રી ગેરેથ થોમસના અતિથિ વિશેષ પદે રામ નવમી ઉત્સવનુ આયોજન સોમવાર તા. ૭ એપ્રિલ ૨૦૨૫ના રોજ હાઉસ ઓફ કોમન્સ ખાતે બપોરે ૩ વાગ્યે કરવામાં આવ્યું છે. પ્રવેશ નિમંત્રિત મહેમાનો માટે જ છે.
  • બાલમ મંદિર, 33 બલહામ હાઈ રોડ, બાલમ, લંડન SW12 9AL ખાતે ચૈત્ર નવરાત્રી/રામાયણનું આયજન તા. 30ને રવિવારથી તા. 6ને રવિવાર સુધી બપોરે 12 થી 30 દરમિયાન કરવામાં આવ્યું છે. હળવા નાસ્તાનો લાભ મળશે. શ્રી રામનવમી ઉત્સવ તા. 6ને રવિવારના રોજ બપોરે 12 કલાકે યોજાશે. ત્યારબાદ મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: પલ્લવીબેન 07920 050 251.
  • કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા શ્રી રામ નવમી પૂજા કાર્યક્રમનું આયોજન તા. 6 એપ્રિલના રોજ સીવ્યુ બિલ્ડિંગ, લુઇસ રોડ, કાર્ડિફ, CF24 5EB ખાતે કરવામાં આવ્યું છે. સવારે ૧૧ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે અને સુંદરકાંડ પાઠ, રામાયણ કથા, કીર્તન અને આરતી, મહાપ્રસાદનો લાભ મળશે. બાળકો માટે ઉત્સવ અને સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન સાંજે ૪થી ૬ દરમિયાન કરવામાં આવ્યું છે. સંપર્ક: વિમલાબેન 07747 080 251.
  • વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામી વિવેકાનંદ હોલ, 10 થોર્ન્ટન રો, થોર્ન્ટન હીથ, CR76JN ખાતે ૩ એપ્રિલ ૨૫ના રોજ બપોરે ૧૨ થી ૩ વાગ્યા સુધી રામ નવમી ઉત્સવની ઉજવણી કરાશે અને ત્યારબાદ પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: મુકેશભાઇ પટેલ +44 7895 401011.

LEAVE A REPLY