અયોધ્યાના રામ મંદિર ખાતે રવિવાર, ૬ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રામ નવમી ઉત્સવ પર રામ લલ્લાની પ્રતિમા પર અભિષેક કરાયો હતો. (Shri Ram Janmbhoomi Teerth Kshetra via PTI Photo)

ગુજરાત સહિત દેશભરમાં રવિવાર, 16 એપ્રિલે ઠેરઠેર શોભયાત્રા સાથે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન રામલલાના તિલકે સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામ સૂર્યવંશી હતા. તેથી સૂર્ય તિલકની પરંપરા છે. રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્ય તિલક લગભગ 4 મિનિટ સુધી રાખવામાં આવ્યું હતું. શ્રી રામનો જન્મોત્સવ હોવાથી દેશભરમાંથી ભક્તોની ભીડ અયોધ્યા રામલલાના દર્શન કરવા ઉમટી પડી હતી.

બીજી તરફ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોમી તંગદિલી ન ફેલાય તે માટે હાઇ એલર્ટ જારી કરાયો હતો. પશ્ચિમ બંગાળમાં સવારે નવમીની ઉજવણીમાં રવિવારે રાજ્યભરમાં અનેક હાઇ-પ્રોફાઇલ રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામના સોનાચુરા ગામમાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો.

બપોરે 12.01 વાગ્યે વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ટેકનિકનો ઉપયોગ કરીને રામલલાના કપાળ પર સૂર્ય તિલક કરાયું હતું. સૂર્યનું પ્રથમ કિરણ રામલલાના મસ્તક પર પહોંચતા જ મંદિરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

દર વર્ષે રામ નવમીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણ પાડવા માટે સૂર્ય તિલક નામની એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર સિસ્ટમમાં લેન્સ અને અરીસાઓના જટિલ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. ચૈત્ર મહિનાની નોમ ભગવાન રામનો જન્મદિન છે. સૂર્ય તિલક સિસ્ટમ CSIR-સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ના વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરાઇ છે. તે બપોરે 12 વાગ્યાથી લગભગ છ મિનિટ સુધી રામ લલ્લાની મૂર્તિના કપાળ પર સૂર્યના કિરણને વાળશે.

LEAVE A REPLY