ધાર્મિક પર્યટનમાં થયેલા વધારા વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે છેલ્લા પાંચ વર્ષમાં સરકારને લગભગ 400 કરોડ રૂપિયાનો કર ચૂકવ્યો છે. આ રકમ ૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ અને ૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ ની વચ્ચે ચૂકવવામાં આવી હતી.
ટ્રસ્ટના સચિવ ચંપત રાયે રવિવારે જણાવ્યું હતું કે આમાંથી, 270 કરોડ રૂપિયા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) તરીકે ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 130 કરોડ રૂપિયા વિવિધ અન્ય કર શ્રેણીઓ હેઠળ ચૂકવવામાં આવ્યા હતાં. અયોધ્યામાં ભક્તો અને પ્રવાસીઓમાં દસ ગણો વધારો થયો છે, જેના કારણે તે એક મુખ્ય ધાર્મિક પર્યટન કેન્દ્રમાં પરિવર્તિત થયું છે અને સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઉભી થઈ છે. મહાકુંભ દરમિયાન ૧.૨૬ કરોડ ભક્તોએ અયોધ્યાની મુલાકાત લીધી હતી.ગયા વર્ષે, અયોધ્યામાં ૧૬ કરોડ મુલાકાતીઓ આવ્યા હતા, જેમાં ૫ કરોડ લોકોએ રામ મંદિરની મુલાકાત લીધી હતી.
