વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાને શાળાની બાળ વિદ્યાર્થિનીઓ સાથએ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. વિવિધ રાખડીઓથી વડાપ્રધાનનો હાથ રાખડીઓથી ભરાઈ ગયો હતો. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશવાસીઓને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. એક વિદ્યાર્થિનીએ વડાપ્રધાન મોદીને ખૂબ જ ખાસ રાખડી બાંધી હતી, જેમાં એક ખાસ સંદેશ સાથેની તસવીર પણ હતી. આ રાખડી પર પીએમ મોદીનાં સ્વર્ગસ્થ માતાની તસવીર હતી અને તેના પર ‘માતાના નામે એક વૃક્ષ’ એવો સંદેશ લખવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં જ ‘માતાના નામે એક વૃક્ષ’ અભિયાન શરૂ કર્યું છે, જેમાં તેમણે દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવીને માતા અને ધરતી માતાનું સન્માન કરવાની અપીલ કરી હતી.

LEAVE A REPLY