આ સપ્તાહે ભારતના અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે એક તરફ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત આપી છે, તો બીજી બાજુ સરકારી તંત્રની અણઆવડત અને નબળા કામની પોલ ખોલી નાખી છે. શુક્રવારે (28 જુન) ભારતના પાટનગર નવી દિલ્હીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1ના એક ભાગની છત તૂટી પડતાં કેટલીક કાર દબાઈ ગઈ હતી અને એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તેના એક દિવસ પછી શનિવારે (29 જુન) સૌરાષ્ટ્રના નવા જ બનેલા રાજકોટ ખાતેના હીરાસર એરપોર્ટના ટર્મિનલના બહારના ભાગે, પ્રવાસીઓના આગમન-પ્રસ્થાન વિસ્તારની કેનોપી (જર્મન ડોમ) ભારે વરસાદ અને તોફાની પવનના કારણે તૂટી પડી હતી.

રાજકોટની આ ઘટનામાં જો કે, કોઈ જાનહાનિ કે કોઈને ઈજાઓ થયાના સમાચાર નથી કે કોઈ ફલાઈટ્સની અવર જવરને પણ અસર થઈ નથી.

રૂ. 1400 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા રાજકોટના આ નવા એરપોર્ટનું લોકાર્પણ હજી ગયા વર્ષે જુલાઈમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું ત્યારે એક વર્ષથી ઓછા સમયમાં તેનો એક હિસ્સો આ રીતે તૂટી પડ્યો હતો.

LEAVE A REPLY