રજનીકાંતનું નામ બોલીવૂડ હોય કે સાઉથ ઇન્ડિયન ફિલ્મો તેમાં ખૂબ જ લોકપ્રિય છે. થલાઈવા રજનીકાંતે વર્ષોથી તેના અભિનયથી ચાહકોનું મનોરંજન કર્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થયેલી ‘જેલર’ ફિલ્મે પણ મોટી સફળતા મેળવી હતી. હવે તે ફરીથી એકવાર જેલરની સીક્વલ ‘જેલર 2’માં તેના ચાહકોને મનોરંજન પૂરું પાડશે. કહેવાય છે કે, આ સીક્વલમાં રજનીકાંત જુદા જુદા છ પાત્રોની ભૂમિકા ભજવશે. આ ફિલ્મના પ્રોડક્શન હાઉસ- સન પિક્ચર્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક આઇકોનિક કેરેક્ટર્સનાં પોસ્ટર શેર કરવામાં આવ્યા હતાં. જેમાં, રજનીકાંત, મુથુવેલ પાંડિયન, મોહનલાલના મેથ્યુ, શિવ રાજકુમાર અને જેકી શ્રોફના પોસ્ટરનો સમાવેશ થાય છે. હજુ સુધી ફિલ્મની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર થઈ નથી, પરંતુ 2025માં આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાનું અનુમાન છે. હમણાં રિલીઝ થયેલી ‘બ્લડી બેગર’ ફિલ્મ પછી ડાયરેક્ટર નેલ્સનનો આગામી પ્રોજેક્ટ ‘જેલર 2’ હશે. ફિલ્મની સિક્વલ માટેની પરિકલ્પના અને સ્ટોરી નક્કી થઈ ચૂક્યા છે. પરંતુ, હજુ એના નામ અંગે વિચારણા ચાલી રહી છે. ‘જેલર 2’ સિવાય ટીમ સંભવિત નામ તરીકે ‘હુકુમ’ પણ વિચારી રહી છે. આ ફિલ્મનું બજેટ રૂ. 600 કરોડ હોવાનું કહેવાય છે.
2023માં રિલીઝ થયેલી ‘જેલર’ સુપરહિટ ફિલ્મોમાં સ્થાન ધરાવતી હતી. આ ફિલ્મે વિશ્વભરમાંથી રૂ. 650 કરોડની કમાણી કરી હતી. રજનીકાંત સિવાય આ મૂવીમાં મોહનલાલ, શિવ રાજકુમાર, રામ્યા ક્રૃષ્ણન, જેકી શ્રોફ, તમન્ના ભાટીયા, યોગી બાબુ અને વસંત રવિ પણ મહત્વનાં રોલમાં જોવા મળ્યા હતાં. આ દરમિયાન, 2025માં રજનીકાંતની ‘કૂલી’ ફિલ્મ પણ રિલીઝ થવાની છે. આ એક્શન-થ્રિલરમાં નાગાર્જુન, ઉપેન્દ્ર, સૌબિન શાહિદ, શ્રુતિ હસન અને સત્યન જેવાં કલાકારો જોવા મળશે.

LEAVE A REPLY