મુંબઈમાં શુક્રવાર, 13 ડિસેમ્બર 2024ના રોજ ફિલ્મ નિર્માતા રાજ કપૂરની જન્મ શતાબ્દીની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન કપૂર ખાનદાનના સભ્યો (PTI Photo)

પાકિસ્તાનના ફિલ્મ પ્રેમીઓ શનિવારે પેશાવરમાં આઇકોનિક કપૂર હાઉસ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ ફિલ્મ નિર્માતા અને અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી કરી હતી.

ઉજવણીમાં ભાગ લેનારા લોકોએ રાજ કપૂર અને સાથી બોલિવૂડ લિજેન્ડ દિલીપ કુમારના પૈતૃક ઘરોના પુનઃસ્થાપન માટે 100 મિલિયન રૂપિયા ફાળવવાની વિશ્વ બેંકની જાહેરાતનું પણ સ્વાગત કર્યું હતું.

કલ્ચરલ હેરિટેજ કાઉન્સિલ (CHC) અને ડિરેક્ટોરેટ ઑફ આર્કિયોલોજી ખૈબર પખ્તુનખ્વાએ સંયુક્ત રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેક કાપીને રાજકપૂરની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. હતો. રાજ કપૂરનો જન્મ પેશાવરના ઢાકી નાલબંદીમાં થયો હતો. પાકિસ્તાન-ઈરાન વેપાર અને રોકાણ પરિષદના સચિવ મુહમ્મદ હુસૈન હૈદરી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતાં.

14 ડિસેમ્બર, 1924ના રોજ જન્મેલા રાજ કપૂર દિગ્ગજ અભિનેતા પૃથ્વીરાજ કપૂરના પુત્ર હતાં. તેમણે તેમની 40 વર્ષની શાનદાર કારકિર્દી દરમિયાન “આવારા”, “બરસાત”, “શ્રી 420”, “સંગમ” અને “મેરા નામ જોકર” જેવી ઉત્તમ ફિલ્મો બનાવી હતી. તેમનું 1988માં અવસાન થયું હતું.

ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા લેખક અને સંશોધક ઈબ્રાહિમ ઝિયાએ પેશાવરમાં રાજ કપૂરના બાળપણ અને કિશોરાવસ્થાના વર્ષોના દુર્લભ ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતાં.

LEAVE A REPLY