પ્રતિકાત્મક તસવીર (istockphoto)
શિકાગોમાં પહેલી જુલાઈથી મિનિમમ વેજ વધી પ્રતિ કલાક 16.20 ડોલર થયા છે. શિકાગોનું કલાકદીઠ લઘુત્તમ વેતન 21 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા એકમો માટે $15.80થી વધી $16.20 થયું છે, જ્યારે  20 કે તેથી ઓછા કર્મચારીઓ ધરાવતા એમ્પ્લોયરો માટે મિનિમમ વેજ $15થી વધી $16.20 થયું છે.
2021માં મિનિમમ વેજ વધારી 15 ડોલર કરાયા હતાં. આ પછીથી વાર્ષિક ધોરણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અથવા 2.5 ટકાને આધારે તેમાં ફેરફાર થતાં હતાં.
વન ફેર વેજ વટહુકમના ભાગ રૂપે ટિપ્ડ વર્કર્સ માટે ટીપ્ડ વેજ ક્રેડિટની સિસ્ટમ પાંચ વર્ષમાં તબક્કાવાર ધોરણે દૂર થશે. રેસ્ટોરન્ટ સર્વર્સ, બારટેન્ડર્સ અને બસર્સ જેવા ટીપ્ડ વર્કર્સને હાલમાં $11.02નું કલાકદીઠ લઘુત્તમ વેતન મળે છે. તે 1 જુલાઈ, 2028ના રોજ શહેરના સ્ટાન્ડર્ડ મિનિમમ વેજની સમકક્ષ ન પહોંચે ત્યાં સુધી તેમાં વાર્ષિક 8%નો વધારો જોવા મળશે.
આ સિવાય 100થી વધુ કર્મચારી ધરાવતી ફર્મમાં કામ કરતા કર્મચારીને કલાકનો 31.85 ડોલર સુધીનો વેજ અથવા વર્ષનો 61,149 ડોલર પગાર આપવો પડશે. મિનિમમ વેજ ઉપરાંત નવેમ્બર 2023માં પાસ થયેલો શિકાગો પેઈડ લીવ એન્ડ સીક લીવ એન્ડ લીવ ઓર્ડિનન્સ પણ 01 જુલાઈથી લાગુ પડી ગયો છે. જેના હેઠળ 120 દિવસમાં કમસે કમ 80 કલાક કામ કરનારા પાંચ દિવસની પેઈડ લીવ અને પાંચ દિવસની પેઈડ સીક લીવ આપવી પડશે. .શિકાગોમાં પહેલી જુલાઈથી અમલી થયેલો મિનિમમ વેજનો કાયદો ઓછામાં ઓછો ચાર લોકોનો સ્ટાફ ધરાવતા તમામ બિઝનેસ પર લાગુ પડશે. આ સિવાય ડોમેસ્ટિક વર્કર્સને પણ તેનો ફાયદો મળશે, પરંતુ ત્રણથી ઓછા એમ્પ્લોઈ ધરાવતા બિઝનેસના ઓનરને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઓવરટાઈમ મિનિમમ વેજ પણ હવે 24.30 ડોલર થયો છે જ્યારે ટીપ મેળવતા એમ્પ્લોઈઝને 19.12 ડોલરનો ઓવરટાઈમ આપવો પડશે.
 

LEAVE A REPLY