(istockphoto.com)
ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે યુએસ અબજોપતિ જ્યોર્જ સોરોસ દ્વારા સ્થાપિત ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ (OSF) અને તેની રોકાણ શાખા સોરોસ ઇકોનોમિક ડેવલપમેન્ટ ફંડ (SEDF) સાથે જોડાયેલા બેંગલુરુ સ્થિત આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા, આ કાર્યવાહી વિદેશી વિનિમય ઉલ્લંઘનની તપાસના ભાગરૂપે કરાઈ હતી.
મીડિયા રીપોર્ટ મુજબ ફેમા કાયદાના ઉલ્લંઘનના આરોપમાં ઈડીએ OSF અને અમુક અન્ય આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોના સ્થળો પર દરોડા પાડ્યા હતા.OSF અમેરિકાના બિઝનેસમેન જ્યોર્જ સોરોસ દ્વારા સમર્થિત સંગઠન છે. આરોપ છે કે, OSF એ અનેક સંગઠનોને ફંડિગ કરી છે અને આ ફંડિંગના ઉપયોગમાં ફેમા કાયદાના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
ભૂતકાળમાં, શાસક ભાજપે સોરોસ પર ભારતના હિતોની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં ભાજપે લોકસભામાં આક્ષેપ મૂક્યો હતો કે સોરોસ, ન્યૂઝ પોર્ટલ OCCRP (ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ) અને કોંગ્રેસ એક “ખતરનાક ત્રિપુટી છે, ભારતની સફળતાની ગાથાને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરે છે.

LEAVE A REPLY