ડલ્લાસમાં ભારતીય ડાયસ્પોરા સાથેની વાતચીત દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (ANI Photo)

યુ.એસ.ની પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ સોમવારે આક્ષેપ કર્યો હતો કે લોકસભાની ચૂંટણી સમાન ધોરણે લડવામાં આવી નથી. શીખ સમુદાય અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારતમાં શીખોને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ અને તે ગુરુદ્વારાની મુલાકાત લઈ શકશે કે કેમ તે મુદ્દે લડાઈ સમાપ્ત થઈ નથી. આ લડાઈ માત્ર તેમના માટે જ નહીં પરંતુ તમામ ધર્મોની લડાઈ છે.

શીખ સમુદાય અંગેની રાહુલ ગાંધીની ટીપ્પણીથી પણ વિવાદ ઊભો થયો હતો. ભાજપે આ નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો અને રાહુલ ગાંધી વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની ચીમકી પણ આપી હતી. એનડીએ સરકારના કેન્દ્રિય પ્રધાન હરદીપ સિંહ પુરીએ પણ 1984માં થયેલા શીખ નરસંહાર અંગે રાહુલ ગાંધીને અને કોંગ્રેસને ઘેર્યા હતાં.ભાજપે જણાવ્યું હતું કે 1984માં શીખ વિરોધી રમખામણો પછી રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે મોટું વૃક્ષ ધરાશાયી થાય છે, ત્યારે જમીનમાં હલચલ થાય છે. આ રીતે તેમણે રમખાણોને વાજબી ઠેરવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું હતું કે ભાજપ બુરખા વિરોધી આંદોલન કરી રહી છે, તેથી ભવિષ્યમાં પાઘડી વિરોધી આંદોલન પણ થઈ શકે છે.

LEAVE A REPLY