કોંગ્રેસે નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં તેમના X એકાઉન્ટ પર જાપાની માર્શલ આર્ટ 'જીયુ-જિત્સુ' ની પ્રેક્ટિસ કરતા હોય તેવો એક વીડિયો જારી કર્યો હતો. (ANI Photo)

આ વર્ષની શરૂઆતમાં તેમની ભારત જોડો ન્યાય યાત્રાના કેમ્પ સાઇટ્સ પર આયોજિત માર્શલ આર્ટ શેરનો એક વીડિયો શેર કરીને ગુરુવારે જણાવ્યું હતું કે ‘ભારત ડોજો યાત્રા’ ટૂંક સમયમાં આવી રહી છે. ડોજોનો અર્થ સામાન્ય રીતે માર્શલ આર્ટના તાલીમ હોલ અથવા સ્કૂલ થાય છે. 9 ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે રાહુલ ગાંધીએ પણ તેમની ભારત જોડો યાત્રા દરમિયાનનો એક વીડિયો એક્સ પર શેર કર્યો છે. જેમાં તેઓ માર્શલ આર્ટ્સ કરતા દેખાઇ રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે હરિયાણામાં ટૂંકસમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને હરિયાણા સ્પોર્ટસ માટે જાણીતું છે.

તેમણે એક્સ પર લખ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન, જ્યારે અમે હજારો કિલોમીટરની મુસાફરી કરી રહ્યા હતાં, ત્યારે અમારી શિબિરમાં દરરોજ સાંજે જીયુ-જિત્સુની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. ફિટ રહેવાની આ એક સરળ રીત હતી. આ પછી તે ટૂંક સમયમાં સમુદાય પ્રવૃત્તિમાં ફેરવાઈ ગઈ હતી. દરેક શહેરમાં જ્યાં અમે રોકાયા હતા, યાત્રામાં ભાગ લેતા લોકો અને તે શહેરોના યુવા માર્શલ આર્ટના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેતા હતાં.

LEAVE A REPLY