વિપક્ષના નેતા રાહુલ ગાંધી 8થી 10 સપ્ટેમ્બર વચ્ચેની તેમની અમેરિકાની મુલાકાતના ભાગરૂપે રવિવાર, 8 સપ્ટેમ્બરે ડલ્લાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉતર્યા ત્યારે ઇન્ડિયન ડાયાસ્પોરા અને ઇન્ડિયન ઓવરશીઝ કોંગ્રેસના સભ્યોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમની આ પ્રથમ અમેરિકા યાત્રા છે.
રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે મને ડલ્લાસ, ટેક્સાસ, યુએસએમાં ભારતીય ડાયસ્પોરા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સભ્યો તરફથી મળેલા ઉષ્માભર્યા સ્વાગતથી હું ખરેખર આનંદિત છું. હું આતુરતાપૂર્વક અર્થપૂર્ણ ચર્ચાઓ અને સમજદાર વાર્તાલાપમાં જોડાવા માટે આતુર છું જે આ મુલાકાત દરમિયાન અમારા બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે વિપક્ષી નેતા તેમની સત્તાવાર મુલાકાતના ભાગરૂપે યુએસ નથી આવી રહ્યા છે, પરંતુ તેમને કેપિટોલ હિલમાં “વ્યક્તિગત સ્તરે” વિવિધ લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળશે. રાહુલ ગાંધી રાષ્ટ્રીય પ્રેસ ક્લબમાં પ્રેસ સાથે વાર્તાલાપ કરશે, તેઓ થિંક ટેન્કના લોકો સાથે મુલાકાત કરશે અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં પણ સંવાદ કરશે