ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા ટેક્સાસમાં ડલ્લાસ ખાતે રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરે છે. (PTI Photo)

વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ઈન્ડિયન નેશનલ ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ ટેક્સાસમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે કે તેમની પાર્ટીના નેતા રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જે પ્રચાર કરે છે તેનાથી વિપરીત વિઝન ધરાવે છે અને તેઓ “પપ્પુ” નથી. પિત્રોડા બોલી રહ્યાં હતા ત્યારે મંચ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હતા.

તેમણે જણાવ્યું હતું કે “તેઓ (રાહુલ ગાંધી) કરોડો રૂપિયા ખર્ચીને બીજેપી જે પ્રચાર કરે છે તેનાથી વિપરિત વિઝન ધરાવે છે. મારે તમને કહેવું જ જોઇએ કે તેઓ પપ્પુ નથી. તે ઉચ્ચ શિક્ષિત છે, સારી રીતે અભ્યાસુ છે. તેઓ કોઈપણ વિષય પર ઊંડો વિચાર ધરાવતા વ્યૂહરચનાકાર છે અને ક્યારેક તે સમજવું બહુ સરળ નથી.”

અહીં ઉલ્લેખનીય છે કે ખાસ કરીને 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ રાહુલ ગાંધીને પપ્પુ કહેતા હતા અને પિત્રોડા વિદેશમાં તેમનો આવી રીતે બચાવ કરી રહ્યાં હતાં. પિત્રોડાએ સર્વસમાવેશકતા અને વિવિધતા પ્રત્યેની રાહુલ ગાંધીની પ્રતિબદ્ધતાની પ્રશંસા પણ કરી હતી.

LEAVE A REPLY