કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદની મુલાકાતે ગયા હતા. રાહુલ ગાંધીએ તાજેતરમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં ઘાયલ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે અટકાયત કરેલા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપને અમે નફરતથી નહીં પરંતુ પ્રેમથી હરાવીશું. અમે 2017માં પણ દમખમથી ચૂંટણી લડ્યા હતા અને આગળ પણ લડીશું. પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના તમામ દિગ્ગજો કોંગ્રેસના દરેક કાર્યકરની સાથે છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની તૈયારી કરી લેવામાં આવી છે. અયોધ્યામાં ભાજપે નાગરિકો સાથે મોટો અન્યાય કર્યો છે. એરપોર્ટ માટે ખેડૂતોની જમીન લેવામાં આવી છે. પરંતુ ખેડૂતોને આજ સુધી વળતર મળ્યું નથી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યાનું કોઇ ન હતું. રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં કોઇ ગરીબ જોવા મળ્યું નહી. ભાજપે અયોધ્યા પર રાજકારણ કર્યું હતું. ભાજપે ભગવાન રામનું રાજકારણ કર્યું જેમના ઘર અને દુકાનો તોડવામાં આવી તેમને આજ દિન સુધી વળતર મળ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાથી ચુંટણી લડવા ઇચ્છતા હતા તેના માટે 3 વખત સર્વે કરાવવામાં આવ્યો હતો પરંતુ આ સર્વે નેગેટિવ આવતાં તેઓ વારાણસીથી ચૂંટણી લડ્યા હતા. નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર ફાઇનલ હતી. વારાણસીમાં પણ તેમની પાતળી સરસાઇથી જીત થઇ છે.
અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર હુમલા વિશે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જે રીતે એ લોકોએ અમારી ઓફિસો તોડી છે અમે પણ હવે તેમની સરકાર તોડીશું. ગુજરાતમાં એ લોકોને હરાવીને જ ઝંપીશું. રાહુલે કહ્યું કે દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી. કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે અને તેઓ ચોક્કસ આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવશે.
રાહુલ ગાંધીના આગમન અગાઉ જ વીએચપી (વિશ્વ હિંદુ પરિષદ) અને બજરંગ દળના કાર્યકરોએ જય શ્રી રામના નારા સાથે દેખાવો શરૂ કરી દીધો હતો અને આ પાલડી વિસ્તારમાં ચક્કામ કર્યો હતો.

LEAVE A REPLY