Rachel Reeves (Photo by Justin Tallis – WPA Pool/Getty Images)

ચાન્સેલર રશેલ રીવસે ‘વૃદ્ધિને વેગ આપવા અને બ્રિટનના દરેક ભાગને વધુ સારા બનાવવા’ના નવી સરકારના મિશનના ભાગરૂપે સીમાચિહ્નરૂપ પેન્શન સમીક્ષાની જાહેરાત કરી છે.

ચાન્સેલરે મૂડીરોકાણને વેગ આપવા, પેન્શન પોટ વધારવા અને પેન્શન સિસ્ટમમાં થતા વેસ્ટનો સામનો કરવા સીમાચિહ્નરૂપ સમીક્ષા શરૂ કરી છે. મહારાજાની સ્પીચમાં પુષ્ટિ કરાયેલ નવા પેન્શન બિલ થકી પેન્શન પોટ્સમાં £11,000થી વધુનો વધારો થઇ શકે છે. યોજનાઓમાં કરાતા રોકાણના પરિવર્તન થકી યુકેના અર્થતંત્રમાં £8 બિલિયનનું નવું ઉત્પાદક રોકાણ આપી શકે છે.

નવા ચાન્સેલર દ્વારા અનાવરણ કરાયેલી યોજનાઓ હેઠળ, યુકેની અર્થવ્યવસ્થામાં એકલા નિર્ધારિત યોગદાન યોજનાઓથી અબજો પાઉન્ડનું રોકાણ અનલોક કરી શકાય છે અને નિર્ધારિત યોગદાન યોજનાઓમાં બચતકારો માટે પેન્શન પોટ્સ £11,000થી વધુ વધારી શકાય છે.

આ સમીક્ષા, £360 બિલિયનની સ્થાનિક સરકાર પેન્શન યોજનાની રોકાણની સંભાવનાને કેવી રીતે અનલૉક કરવી તે પણ જોશે. આ જાહેરાત મંગળવારે પ્રથમ ગ્રોથ મિશન બોર્ડની આગળ કરાઇ છે જેની અધ્યક્ષતા ચાન્સેલર કરશે અને G7માં સર્વોચ્ચ સતત વૃદ્ધિ હાંસલ કરવા માટે સરકારના કાર્યને આગળ ધપાવશે. આયોજન પ્રણાલીને ઠીક કરવા, નવા નેશનલ વેલ્થ ફંડની રચના અને યુકેના સ્ટોક એક્સચેન્જોને વેગ આપવા માટે લિસ્ટિંગની વ્યવસ્થાને સુધારવા માટે નવા પગલાંની જાહેરાત કરવામાં આવી છે.

LEAVE A REPLY