ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2025ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાલમાં ગુજરાત ટાઇટન્સ માટે સારા ફોર્મમાં રમી રહેલો સાઉથ આફ્રિકન ઝડપી બોલર કેગિસો રબાડા અંગત કારણોસર અચાનક વતનમાં જવા રવાનો થયો હતો. ગુજરાત ટાઇટન્સના મેનેજમેન્ટે રબાડા શા માટે વતન પરત ફરી ગયો તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી પરંતુ તે અંગત કારણોસર સાઉથ આફ્રિકા ગયો હોવાનું માનવામાં આવે છે. રબાડા આઇપીએલની વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં રમ્યો હતો.
આ ઉપરાંત ફ્રેન્ચાઇઝીએ રબાડા કયારે આઇપીએલ 2025માં પરત ફરશે તે અંગે પણ કોઈ જાણકારી આપી ન હતી. સાઉથ આફ્રિકાનો મોખરાનો ઝડપી બોલર રબાડા આઇપીએલની વર્તમાન સિઝનમાં ટીમની ત્રણમાંથી બે મેચમાં રમ્યો હતો. ગુજરાત ટાઇટન્સની ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેગિસો રબાડા એક અંગત બાબત માટેનો નિર્ણય લેવા માટે સાઉથ આફ્રિકા રવાના થઈ ગયો છે.
