(ANI Photo)

બેડમિન્ટનમાં બે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ 22 ડિસેમ્બરે હૈદરાબાદ સ્થિત વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કરશે. સિંધુના પરિવારે સોમવારે તેના લગ્નની તારીખને પુષ્ટિ આપી હતી. લગ્નની વિધિઓ 20 ડિસેમ્બરથી શરૂ થશે. સેલિબ્રિટીઝમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકપ્રિય શહેર ઉદયપુરમાં લગ્ન થશે. 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

વેંકટા પોસાઇડેક્સ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. લગ્નનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે 29 વર્ષીય સિંધુ જાન્યુઆરીમાં 2025ની સિઝન શરૂ થાય ત્યારે રમવાનું ફરી શરૂ કરી શકે.

સિંધુના પિતા પીવી રમનાએ જણાવ્યું હતું કે બંને પરિવાર એકબીજાને ઓળખતા હતાં, પરંતુ એક મહિના પહેલા જ લગ્નનું નક્કી થયું હતું. આ એકમાત્ર સંભવિત સમય હતો કારણ કે સિંધુનું જાન્યુઆરીથી ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ હશે. એટલા માટે બંને પરિવારોએ 22 ડિસેમ્બરે લગ્નનું આયોજન કર્યું છે. તેમજ રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાશે. સિંધુએ 2019માં ગોલ્ડ સહિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ જીત્યા છે. આ ઉપરાંત ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.

LEAVE A REPLY