અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. હવે પણ કહેવાય છે કે, ટ્રમ્પ મે મહિનામાં રશિયાની મુલાકાતે જશે અને ત્યાં દેશના વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રમ્પ 8-9 મેના રોજ રશિયાની મુલાકાત જાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, રશિયાનો વિજય દિવસ 9 મે ના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં જ ટ્રમ્પે રશિયન પ્રેસિડેન્ટ સાથે ટેલીફોનિક મંત્રણા કરી હતી. ત્યારપછી, તેમણે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સકી સાથે ફોન પર પણ વાત કરી ત્યારથી, બંને દેશો વચ્ચેના યુદ્ધનો અંત આવશે તેવી આશા ઊભી થઇ હતી.
સૂત્રો કહે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન પ્રેસિડેન્ટ પુતિન દ્વારા વિજય દિવસ પર હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ તેમાં હાજરી આપવાનું વિચારી રહ્યા છે. ક્રેમલિન દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે ટ્રમ્પની સંભવિત મુલાકાત માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)