રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વિમાન દુર્ઘટનાની દુઃખદ ઘટના બદલ તેમના અઝરબૈજાની સમકક્ષ ઇલ્હામ અલીયેવની માફી માંગી હતી.
શનિવારે એક નિવેદનમાં ક્રેમલિને જણાવ્યું હતું કે વ્લાદિમીર પુતિને રશિયન એરસ્પેસમાં બનેલી દુ:ખદ ઘટના માટે માફી માંગી હતી અને ફરી એકવાર પીડિતોના પરિવારો પ્રત્યે તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી તથા ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી કરી હતી. યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે રશિયન એર ડિફેન્સ સિસ્ટમ ગ્રોઝની નજીક ફાયરિંગ કરી રહી હતી. જોકે આ ફાયરિંગમાં વિમાન દુર્ઘટના થઈ હતી તેવું રશિયાએ સ્વીકાર્યું ન હતું.
આઝરબૈજાન એરલાઇન્સની ફ્લાઇટ J2-8243 કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક ક્રેશ થયું અને આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા હતા.
આઝરબૈજાની અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન હવામાં હતું ત્યારે હુમલો થયા હતા. અમેરિકાએ જણાવ્યું હતું કે તેની પાસે “પ્રારંભિક સંકેતો” છે કે રશિયન એર ડિફેન્સ ક્રેશ માટે જવાબદાર હોઈ શકે છે.