ભારતની બહાર કસમયે રથયાત્રા યોજવામાં આવશે નહીં તેવી ઓડિશા સરકાર અને પુરીના ગજપતિ મહારાજાને ખાતરી આપવા છતાં ઇસ્કોને હ્યુસ્ટનમાં ‘રથ યાત્રા’નું આયોજન કર્યું હતું.
રથયાત્રા ઇસ્કોનના ‘આનંદના ઉત્સવ’ના ભાગરૂપે 9 નવેમ્બરે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને સુદર્શન ચક્રના વગર ભગવાન જગન્નાથના ‘નંદીઘોષ’ રથની પ્રતિકૃતિ દર્શાવતી રથયાત્રા યોજવામાં આવી હતી, જેનો ઓડિશાના ભક્તો અને સત્તાવાળાએ સખત વિરોધ કર્યો હતો.
આ ઘટનાએ પુરી ગોવર્ધન પીઠના પ્રવક્તા મત્રુ પ્રસાદ મિશ્રાની ટીકા કરી હતી. તેમણે આ ઘટનાને આપણા ધર્મ વિરુદ્ધનું ષડયંત્ર ગણાવીને ભારતમાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. મિશ્રાએ કહ્યું હતું કે હ્યુસ્ટન ઇસ્કોને પુરી ગજપતિ મહારાજા અને ઓડિશા સરકારને લેખિત ખાતરી આપી હતી કે તેઓ અકાળે રથયાત્રા યોજશે નહીં.
દરમિયાન તેની વેબસાઇટ પર અપલોડ કરાયેલા એક નિવેદનમાં હ્યુસ્ટન ઇસ્કોનના વડા સારંગા ઠાકુર દાસાએ જણાવ્યું હતું કે મંદિરે શરૂઆતમાં દેવતાઓ સાથે રથ યાત્રાનું આયોજન કર્યું હતું. જોકે સ્થાનિક સમુદાયમાં અમારા કેટલાક મિત્રો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, તેથી અમે યોજનાઓમાં થોડો ફેરફાર કરવાનું નક્કી કર્યું હતું. ભારતમાં આવતા મહિને ઇસ્કોન અને પુરીના અધિકારીઓ વચ્ચે આ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા અને પરસ્પર સમજૂતી સાધવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પરંપરાગત કેલેન્ડર તેમજ સમગ્ર વિશ્વના લોકોની ભગવાનના દર્શન કરવાની ઇચ્છાનું સન્માન થાય તેવા પ્રયાસો કરાશે.