વેસ્ટમિલેન્ડ્સમાં ભારતીય મૂળની 33 વર્ષીય મહિલાએ તાજેતરમાં પોતાની 10 વર્ષની પુત્રીની હત્યા કરી હોવાનો ગુનો કબૂલી લીધો હતો. આ કિશોરી આ વર્ષે માર્ચ મહિનામાં વેસ્ટ મિડલેન્ડ્સ ક્ષેત્રના એક વિસ્તારમાં પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. જસકીરત કૌર, જે જાસ્મીન કાંગ તરીકે ઓળખાય છે. તેના પર ચોથી માર્ચે શાય કાંગની હત્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જાસ્મીન કોરે જેલમાંથી વીડિયો લિંકના માધ્યમથી થયેલી સુનાવણીમાં વોલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટને જણાવ્યું કે, એ પોતાની પુત્રીની હત્યા માટે દોષિત છે. જજ માઇકલ ચેમ્બર્સ મહિલાને 25 ઓક્ટોબરે સજા જાહેર કરશે. તપાસ રીપોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા મુજબ શાય કાંગનું મોત છાતી પર ચાકુ મારવાને કારણે થયું હતું.

LEAVE A REPLY