(PTI Photo)

ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ દોરી જેવી પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ માટે ગુજરાતમાં કુલ 609 એફઆઈઆર દાખલ કરાઈ હતી અને 612 વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી, એમ સરકારે સોમવારે હાઇકોર્ટને જણાવ્યું હતું.

14 જાન્યુઆરીએ તહેવાર દરમિયાન પતંગ ઉડાડવા માટે નાયલોન દોરી (ચાઈનીઝ માંઝા), કાચ સાથેની દોરી અને અન્ય હાનિકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી જાહેર હિતની અરજી (પીઆઈએલ)ના જવાબમાં સબમિટ કરવામાં આવેલી એફિડેવિટમાં રાજ્યના ગૃહ વિભાગે આ માહિતી આપી હતી.

સરકારે 9થી 12 જાન્યુઆરી દરમિયાન હાનિકારક સામગ્રીના 99 ઉત્પાદકો, 50 સ્ટોકિસ્ટ અને 404 વિક્રેતાઓ સામે FIR દાખલ કરી હતી.23.75 લાખ રૂપિયાની પ્રતિબંધિત વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. 24 ડિસેમ્બર, 2024એ નોટિફિકેશન જારી કરીને  રાજ્ય સરકારે ચાઇનીઝ ફાનસ, નાયલોન અને પ્લાસ્ટિકની દોરી તથા કાચ અને અન્ય હાનિકારક સામગ્રી સાથેની દોરીના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો.

LEAVE A REPLY